ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિત દિગ્ગજોએ પાઠવી શુભકામનાઓ
Live TV
-
ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશવાસીઓને શુભકામના આપતો ટ્વિટ સંદેશ પાઠવ્યો હતો. પોતાના ટ્વિટ સંદેશમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે, કોરોના મહામારી સામેની લડાઈમાં ભગવાન દેશવાસીઓને સાહસ અને દ્રઢ સંકલ્પની સાથે આશીર્વાદ આપે. અને આપણા સૌ માટે સારૂં સ્વાસ્થ્ય અને ખુશીઓ લાવે. તો ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ પણ ટ્વિટ સંદેશ દ્વારા દેશવાસીઓને શુભકામના પાઠવી હતી.
જેમાં તેમણે જણાવ્યું હતું કે, ઓડિશાના નિવાસી અને ખાસ કરીને પુરીમાં દર વર્ષે યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને ભક્તોમાં ખુબ આતુરતા હોય છે. આ રથયાત્રાના ઉત્સવની ભવ્યતા અને રથોની દિવ્યતા કલ્પના ન કરી શકાય તેવી હોય છે. ઉપરાષ્ટ્રપતિએ પોતાના ટ્વિટ સંદેશમાં વધુમા જણાવ્યું હતું કે, આજે સમગ્ર વિશ્વ સહિત ભારત પણ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે.ત્યારે આપણે સૌ તમામ પારંપરિક તહેવારો ઘરમાં રહીને જ પરિવાર સાથે ઉજવણી કરી રહ્યાં છે. આ વિષમ પરિસ્થિતિમાં આ વર્ષ આપણે આપણું આયોજન સિમિત રાખવું પડશે.
તેમ છતાં રથયાત્રાની પવિત્રતા અને આસ્થા આપણાં જીવનની શાંતિ , સૌહાર્દ અને ખુશાલીથી સમુદ્ધ કરશે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ સંદેશ દ્વારા જગન્નાથજીની રથયાત્રાને લઈને દેશવાસીઓને શુભકામના પાઠવી હતી. પ્રધાનમંત્રીએ પોતાના ટ્વિટ સંદેશમાં જણાવ્યું હતું કે, શ્રદ્ધા અને ભક્તિના સમન્વય ધરાવતી આ રથયાત્રા દેશવાસીઓના જીવનમાં સુખ-સમૃદ્ધી લાવે.
