ભારતમાં કોરોનાના દર્દીનો રિકવરી રેટ 56 ટકાથી વધ્યો : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય
Live TV
-
આરોગ્ય મંત્રાલ્યના જણાવ્યા અનુસાર ભારતમા કોવિડ-19ના અત્યાર સુધીમાં 2 લાખ 48 હજાર 189 દર્દીઓ સંક્રમણથી મુક્ત થઈને પુરી રીતે સ્વસ્થ થઈ ચુક્યાં છે. સ્વસ્થ થનારા લોકોનો દર 56.37 ટકા થયો છે. જ્યારે એક લાખ 82 હજાર 982 સક્રીય સંક્રમિત છે. જ્યારે દેશમાં અત્યાર સુધીમાં 14 હજાર 483 લોકોએ જીવ ગુમાવ્યો છે. કેન્દ્ર સરકાર સતત ટેસ્ટિંગની સંખ્યા વધારી રહી છે.
દેશમાં કુલ લેબની સંખ્યા 981 થઈ ગઈ છે. જેમાંથી સરકારી લેબની સંખ્યા 722 અને ખાનગી લેબની સંખ્યા 259 છે.પ્રત્યેક દીવસે તપાસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજધાની દિલ્હીમાં કોવિડ 19થી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા વધી રહી છે જ્યારે સંક્રમણના કેસની સંખ્યા પણ વધી રહી છે.
મંગળવારે દિલ્હીમાં આશરે 4 હજાર સંક્રમણના નવા કેસ સામે આવ્યાં હતાં. જે એક દિવસમાં અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે. દિલ્હીના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કુલ કોરોના પીડિતોની સંખ્યા કુલ66 હજારને પાર પહોંચી ગઈ છે. આ તરફ કોરોના વાઈરસના પ્રકોપને જોતા આસામ સરકારે ગઈકાલ રાતથી ગૌહાટીમાં 11 વોર્ડમાં લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લીધો છે.
