ભારતમાં કોરોનાનું હજી સામુદાયિક સ્તરે સંક્રમણ નથી: ICMR
Live TV
-
પ્રતિ એક લાખની વસ્તીએ સંક્રમણ અને મૃત્યુદર વૈશ્વિક સરેરાશની સરખામણીએ ઘણો ઓછો, સેરો સર્વેક્ષણના પરિણામો ખુલાસો, કોરોના વાયરસને નિયંત્રિત કરવામાં લોકડાઉન અને સંક્રમણને કાબુમાં કરવા લેવાયેલા પગલાં રહ્યાં સફળ
દેશમાં અત્યારે કોરોનાનુ કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થયું નથી. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)દ્વારા આ દાવો કરવામા આવ્યો છે. તેની સાથે ICMRએ એક સર્વેનું તારણ પણ જાહેર કર્યું છે. આ સર્વે એપ્રિલ-મે દરમિયાન દેશના 83 જિલ્લાના 28 હજાર પરિવારોમાં કરવામા આવ્યો હતો. ICMRના જણાવ્યા પ્રમાણે કોરનાથી પ્રભાવિત જિલ્લામાં માત્ર 0.73 ટકા આબાદી જ કોરોનાથી પ્રભાવિત થઇ છે. તેનો અર્થ એ કે લોકડાઉનના લીધે કોરોનાનું સંક્રમણ અટકાવવામા સફળતા મળી છે. ICMRના ડાયરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવે ગુરૂવારે સરકારની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- આ શબ્દ (કમ્યુનિટી ટ્રાન્સમિશન) અંગે ગહન ચર્ચા થઇ રહી છે. WHOએ તે અંગેના કોઇ માપદંડ જણાવ્યા નથી. આપણા દેશમાં કોરોનાની અસર ખૂબ ઓછી છે. તે 1 ટકા વસતિથી પણ ઓછી છે. શહેરી વિસ્તારોમાં અસર વધુ છે. કન્ટેનમેન્ટ ઝોનમાં પણ તેનાથી વધારે અસર થઇ છે. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે આપણા દેશમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન નથી.
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે દેશમાં સંક્રમિતોની તુલનામાં સ્વસ્થ થનારા લોકોની સંખ્યા વધુ છે. છેલ્લા એક મહિનામાં રિકવરી રેટમાં 11 ટકાનો વધારો થયો છે. 11મેના રેટ 38.29 ટકા હતો જે વધીને આજે 49.21 ટકા થયો છે. અત્યારસુધી દેશમાં 1 લાખ 41 હજાર 129 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે.
