Skip to main content
Settings Settings for Dark

ભારતીય નૌકાદળે દેશના પૂર્વીય દરિયા કિનારે "પૂર્વી લહર" અભ્યાસનું સંચાલન કર્યું

Live TV

X
  • દરિયાઈ સુરક્ષાના પડકારોનો સામનો કરવા માટે, ભારતીય નૌકાદળે પૂર્વીય દરિયા કિનારે "પૂર્વી લહર" અભ્યાસ હાથ ધર્યો. આ કવાયત ઈસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફના ઓપરેશનલ કંટ્રોલ હેઠળ હાથ ધરવામાં આવી હતી.

    સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ કવાયતમાં જહાજો, સબમરીન, એરક્રાફ્ટ અને વિશેષ દળોએ ભાગ લીધો હતો. અનેક તબક્કામાં આ અભ્યાસ યોજવામાં આવ્યો હતો, જેમાં વ્યૂહાત્મક તબક્કા દરમિયાન વાસ્તવિક પરિસ્થિતિમાં યુદ્ધની તાલીમ અને શસ્ત્રોના તબક્કા દરમિયાન લક્ષ્ય સુધી પહોંચવાની ભારતીય નૌકાદળની ક્ષમતાની પુષ્ટિ કરવા માટે વિવિધ ફાયરિંગના સફળ ઓપરેશનનો સમાવેશ થાય છે. વિવિધ સ્થળોએથી ઓપરેટ થતા એરક્રાફ્ટ સાથે, કવાયતના સમગ્ર વિસ્તારમાં સતત દરિયાઈ વિસ્તારની જાગૃતિ જાળવવામાં આવી હતી. ઈસ્ટર્ન નેવલ કમાન્ડની આ કવાયતમાં ભારતીય વાયુસેના, આંદામાન અને નિકોબાર કમાન્ડ અને કોસ્ટ ગાર્ડની સંપત્તિઓ પણ સામેલ હતી, જે દળો વચ્ચે ખૂબ જ ઉચ્ચ સ્તરની આંતરકાર્યક્ષમતા દર્શાવે છે.

    કવાયત દરમિયાન સહભાગી દળોએ વાસ્તવિક જીવનની પરિસ્થિતિઓમાં મૂલ્યવાન પાઠ શીખ્યા, આ પ્રદેશમાં દરિયાઈ પડકારોને અસરકારક રીતે પ્રતિસાદ આપવા માટે તેમની તૈયારીમાં વધુ સુધારો કર્યો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply