Skip to main content
Settings Settings for Dark

ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરની વાતચીત રહી સકારાત્મક

Live TV

X
  • ભારત-ચીન વચ્ચે પૂર્વી લદ્દાખ ક્ષેત્રમાં ગતિરોધને સમાપ્ત કરવા પર સામાન્ય સંમતિ બની ગઈ છે. મૉલદોમાં ભારત અને ચીનની વચ્ચે કોર કમાન્ડર સ્તરની મંત્રણામાં બંને પક્ષો વિવાદીત તમામ ક્ષેત્રોથી ગતિરોધ પૂર્ણ કરવા સહમત થયા છે.

    સેનાના સૂત્રોના જણાવ્યા મુજબ, બંને દેશોની વચ્ચે કોર કમાન્ડર સ્તરની મંત્રણા મૉલદોમાં સૌહાર્દપૂર્ણ, સકારાત્મક અને રચનાત્મક માહોલમાં યોજાઈ હતી. બેઠકમાં પૂર્વ લદ્દાખમાં વિવાદીત તમામ ક્ષેત્રોમાં ગતિરોધ પૂર્ણ કરવાના ઉપાયો અને શાંતિ સ્થાપવા પર ચર્ચા થઈ હતી.

    આ બેઠક પૂર્વ લદ્દાખમાં ચુશુલ નજીક વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીની ભાગમાં આવેલા મૉલદોમાં સોમવારે સવારે 11 કલાકે યોજાઈ હતી. બંને કોર કમાન્ડરોની વચ્ચે આ બીજી બેઠક યોજાઈ હતી. કોર કમાન્ડરની પહેલી બેઠક 6 જૂનના રોજ યોજાઈ હતી. જેમાં કેટલાય સ્થળોથી બંને દેશોની સેનાને હટાવવા પર સહમતિ સાધવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply