Skip to main content
Settings Settings for Dark

ભારત-ચીન-રશિયા વચ્ચે વર્ચ્યુઅલ બેઠક યોજાઇ, વિદેશમંત્રી ડૉ. એસ.જયશંકરે લીધો ભાગ

Live TV

X
  • ભારત-ચીન-રશિયાની વર્ચ્યુઅલ બેઠકમાં વિદેશમંત્રી ડૉ. એસ.જયશંકરે જણાવ્યું હતું કે, વિશ્વના હિત માટે આંતરરાષ્ટ્રીય કાયદાનું સન્માન થવું જરૂરી છે. સાથે જ વિદેશમંત્રીએ સંયુક્ત રાષ્ટ્રમાં સુધારાની આવશ્યકતા પર પણ ભાર આપ્યો હતો.

    આ તરફ રશિયાના ત્રણ દિવસ પ્રવાસે ગયેલા રાજનાથસિંહ મોસ્કોમા રશિયાના નાયબ પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી અને દ્વિપક્ષીય વાતચીત પણ કરી હતી. અને જણાવ્યુ કે બંને દેશો વચ્ચે કરાયેલા સંરક્ષણ સોદાઓ વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે.આ ઉપરાંત આજે મોસ્કોમાં આયોજીત વિજય દિવસ પરેડમાં પણ રક્ષામંત્રી રાજનાથ સિંહ ભાગ લેશે.

    બીજા વિશ્વયુધ્ધમાં રશિયા અને મિત્ર દેશોની વિજયની 75મી ઉજવણી પ્રસંગે આ વિજય દિવસ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. રાજનાથ સિંહ રશિયાના રક્ષામંત્રીના નિમંત્રણથી ત્યાં ગયા છે. તો ભારતીય સેનાના 75 સભ્યોનું જૂથ પહેલે થી જ મોસ્કો પહોંચી ચુક્યું છે.જે વિજય પરેડમાં રશિયા અને અન્ય આમંત્રિત દેશોના સૈનિકો સાથે ભાગ લેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply