Skip to main content
Settings Settings for Dark

સેના પ્રમુખ જનરલ એમ. એમ. નરવણેના લદ્દાખ પ્રવાસનો આજે બીજો દિવસ

Live TV

X
  • સેના પ્રમુખ જનરલ એમ. એમ. નરવણે લદ્દાખના પ્રવાસનો આજે બીજો દિવસ છે. ગઈકાલે તેમણે લેહમાં સ્થિત સૈન્ય હોસ્પિટલમાં દાખલ ભારતીય જવાનો સાથે મુલાકાત કરી હતી. તેમણે જવાનો સાથે વાતચીત કરી, તેમના મનોબળમાં વધારો કર્યો હતો.

    મહત્વનું છે કે, સેના પ્રમુખે એવા સમયે લદાખની મુલાકાત લીધી જ્યારે ભારત અને ચીન વચ્ચે સરહદ વિવાદને લઈને ગતિરોધ સર્જાયો હતો. સેના પ્રમુખે લદ્દાખમાં સૈન્ય અધિકારીઓ સાથે તાજેતરની પરિસ્થિતિનો તાગ લઈને જમીની સીમાની સમીક્ષા કરી હતી.

    આ પહેલા તેમણે દિલ્હીમાં સેના પ્રમુખની ટોપ આર્મી કમાંડર્સની સાથે બેઠક યોજી હતી.જેમાં તેમણે ચીનની ગતિવિધિઓ પર નજર રાખવાનો નિર્દેશ પણ આપ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply