ભારત-પાકિસ્તાન એકમેકના રાજદ્વારીઓ અંગેનો વિવાદ ઉકેલવા તૈયાર થયા
Live TV
-
ભારત અને પાકિસ્તાન એકમેકના દેશમાં તહેનાત પોતાના રાજદ્વારી અધિકારીઓ સાથે વ્યવહાર અંગેના મતભેદો પરસ્પર વાતચીત દ્વારા ઉકેલવા માટે તૈયાર થયા છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ સંદર્ભમાં બન્ને દેશ 1992ની સંધિને આધારરુપ ગણીને ઉકેલ શોધશે.
ભારત અને પાકિસ્તાને રાજજદ્વારી અધિકારીઓ અંગેના વિવાદો સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવા માટે સંમત થયા છે. એકમેકના ડિપ્લોમેટ્સની સતામણીને લઈને બન્ને દેશો દ્વારા એકમેક સામે આક્ષેપો કર્યા બાદ આ સહમતિ સધાઈ છે. વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાનના દૂતાવાસના અધિકારીઓ પ્રત્યેના વર્તનને લઈને 1992ની સંધિને આધાર બનાવી ઉકેલ લાવવામાં આવશે.