રેલવેમાં અત્યાર સુધીની સૌથી મોટી ભરતીમાં અરજી કરવાનો આજે છેલ્લો દિવસ
Live TV
-
પહેલા, બીજા અને ત્રીજા વર્ગના વિવિધ 1 લાખ 10 હજાર પદ માટે રેલવેએ ભરતીની જાહેરાત કરી હતી. રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) માટે પણ 9,500 પદ માટે ભરતી થઈ રહી છે, જેમાં 50 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે.
ભારતીય રેલવેમાં વિવિધ વર્ગના એક લાખ દસ હજાર ખાલી જગ્યાઓ માટે અરજી કરવાનો આજે 31 માર્ચ, 2018ના રોજ છેલ્લો દિવસ છે. રેલવે પ્રધાન પિયુષ ગોયલે આજે ટિવટરના માધ્યમથી યુવાનોને આ ભરતીનો લાભ લેવા માહિતી આપી હતી. અત્યાર સુધી આ પદો માટે બે કરોડથી વધારે અરજીઓ થઈ ચૂકી છે. રેલવેમાં ગ્રુપ સી અને ગ્રુપ ડી માટે જ કુલ 89 હજાર ખાલી પદો પર ભરતી થઈ રહી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આસિસ્ટન્ટ લોકો પાઇલટસ અને ટેકનીશ્યનની જોબ માટે 50 લાખથી વધારે ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરી હતી. રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) માટે પણ 9,500 પદ માટે ભરતી થઈ રહી છે, જેમાં 50 ટકા બેઠકો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી છે. યુવાનો રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની વેબસાઇટના માધ્યમથી અરજી કરી શકે છે.