Skip to main content
Settings Settings for Dark

મણિપુરમાં સ્થિતિ અંગે રાજ્યપાલ અનુસુયા ઉઇકે સાથે વિપક્ષી સાંસદોએ કરી મુલાકાત

Live TV

X
  • મણિપુરના રાજ્યપાલ અનુસુયા ઉઇકેએ કહ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો રાજ્યમાં વહેલી તકે શાંતિ અને સામાન્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરવા માટે અથાક મહેનત કરી રહી છે.

    મણિપુરના રાજ્યપાલ અનુસુયા ઉઇકેએ કહ્યું  કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો રાજ્યમાં વહેલી તકે શાંતિ અને સામાન્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરવા માટે અથાક મહેનત કરી રહી છે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીની આગેવાની હેઠળના 20 વિપક્ષી સાંસદોના પ્રતિનિધિમંડળે ગઈકાલે રાજભવન ખાતે રાજ્યપાલ સાથે મુલાકાત કરી અને તેમને રાજ્યની વર્તમાન સ્થિતિ વિશે માહિતગાર કર્યા. 

    આ પ્રતિનિધિમંડળ મણિપુરની બે દિવસની મુલાકાતે ઈમ્ફાલ પહોંચ્યું હતું અને ચુરાચંદપુર, બિષ્ણુપુર અને ઈમ્ફાલ પશ્ચિમમાં રાહત શિબિરોની મુલાકાત લીધી હતી. પ્રતિનિધિમંડળની મુલાકાત ગઈકાલે પૂરી થઈ અને રાજ્યપાલને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું. 

    બેઠક દરમિયાન અધીર રંજન ચૌધરીએ રાજ્યપાલને રાહત શિબિરોમાં રહેતા વિસ્થાપિત લોકો વિશે માહિતી આપી હતી. રાજ્યપાલે મણિપુરમાં પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું. તો, રાજ્યપાલે જણાવ્યું કે, તેઓ લોકોની સમસ્યાઓથી સંપૂર્ણપણે વાકેફ છે. રાહત શિબિરોમાં તમામ જરૂરી ચીજવસ્તુઓ ઉપલબ્ધ કરાવવા અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply