Skip to main content
Settings Settings for Dark

મધ્યપ્રદેશના ભોપાલ ખાતે આજથી 8મો ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન ઉત્સવનો પ્રારંભ થયો

Live TV

X
  • મધ્યપ્રદેશના ભોપાલ ખાતે આજથી 8 મો ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન ઉત્સવનો પ્રારંભ થયો છે. આ વિજ્ઞાન ઉત્સવ 24મી જાન્યુઆરી સુધી ચાલશે. ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડો.જિતેન્દ્ર સિંહ ઉપસ્થિત રહયા હતા. ભોપાલમાં પ્રથમવાર યોજાઈ રહેલા આ વિજ્ઞાન ઉત્સવમાં દેશના વિવિધ પ્રદેશના 8,000 થી વધુ પ્રતિનિધિઓ તેમજ પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિકો, સંશોધકો, યુનિવર્સિટીઓ, કોલેજો અને શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ઉદ્યોગ નિષ્ણાતો ભાગ લઇ રહયાં છે.

    આ મહોત્સવની વિષય વસ્તુ છે - 'વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા સાથે અમૃતકાલ તરફ આગળ વધવું'

    આ ઉત્સવમાં 15 પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિજ્ઞાન ઉત્સવની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય વૈજ્ઞાનિક અને તકનીકી સિદ્ધિઓની ઉજવણી કરવાનો ,સામાન્ય લોકોને આ કાર્યક્રમમાં સામેલ કરવાનો અને  શાળાના બાળકોમાં સર્જનાત્મકતા અને નવીનતાને પ્રોત્સાહન આપવાનો છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડો.જિતેન્દ્ર સિંહે કહ્યું કે, આગામી સમયમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને નવોન્મેશ દેશના અર્થતંત્રનો પાયો બનશે.

    વિજ્ઞાન અને ટેક્નોલોજી અને અર્થ સાયન્સના રાજ્યકક્ષાના મંત્રી ડો.જિતેન્દ્ર સિંહે જણાવ્યું છે કે, આવનારા સમયમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતા દેશની અર્થવ્યવસ્થાના આધારસ્તંભ બનશે.આ ચાર દિવસીય કાર્યક્રમનું આયોજન મૌલાના આઝાદ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં કરવામાં આવી રહ્યું છે. 

    તેમના ઉદઘાટન સંબોધનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ડૉ. જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે, દેશમાં પ્રતિભા, ક્ષમતા અને લોકોના જુસ્સાની ક્યારેય કમી નથી રહી, પરંતુ અગાઉ વાતાવરણ અનુકૂળ નહોતું. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર માત્ર વૈજ્ઞાનિક કાર્યક્રમો અને યોજનાઓને જ પ્રોત્સાહન નથી આપી રહી, તે સતત નવા પ્રયોગોને પણ પ્રોત્સાહિત કરી રહી છે. મધ્યપ્રદેશમાં નવા ક્ષેત્રોમાં અને ખાસ કરીને કૃષિ ક્ષેત્રે સ્ટાર્ટઅપની અપાર સંભાવનાઓ છે. તેમણે વધુમાં કહ્યું કે, મધ્યપ્રદેશમાં વાંસ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે અને કચરામાંથી કમાણી કરવામાં મધ્યપ્રદેશ ઘણું યોગદાન આપી શકે છે.

    આ પ્રસંગે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે, ધર્મ અને વિજ્ઞાન પરસ્પર અવરોધ નથી.જ્યાં વિજ્ઞાન સમાપ્ત થાય છે, ત્યાંથી અધ્યાત્મ શરૂ થાય છે. મહોત્સવમાં 15 વિષયો પર ચર્ચા કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply