મનસુખ માંડવિયા આજે ભારતમાં કોરોનાની વર્તમાન સ્થિતીની ઉચ્ચસ્તરીય સમીક્ષા કરશે
Live TV
-
વિશ્વમાં કોરોનાની સ્થિતિ ફરી વિકટ બની છે. હાલમાં, જાપાન, દક્ષિણ કોરિયા, બ્રાઝિલ, ચીન અને અમેરિકા જેવા દેશોમાં કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા આજે ઉચ્ચ સ્તરીય બેઠક યોજશે. આ બેઠકમાં તેઓ દેશમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે. આ બેઠકમાં આરોગ્ય વિભાગના સચિવ, આયુષ અને જૈવવિવિધતા, મહાનિર્દેશક, ISMR અને રસીકરણ અંગેની રાષ્ટ્રીય ટેકનિકલ સમિતિના સલાહકાર અધ્યક્ષ ઉપસ્થિત રહેશે.
ગઈકાલે ચીનમાં કોરોનાના વધી રહેલા કેસોના સંદર્ભમાં કેન્દ્ર સરકારે રાજ્યોને પત્ર લખીને સુચનાઓ આપી હતી. કેન્દ્રીય આરોગ્ય સચિવે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને જીનોમ સીક્વન્સિંગ પર ખાસ ધ્યાન આપવા જણાવ્યું હતું. પત્રમાં કહેવામાં આવ્યું છે કે પોઝિટિવ કેસોના સંદર્ભમાં જીનોમ સિક્વસિંગ થવું જરૂરી હોવાથી નમૂના સીક્વેન્સિંગ પ્રયોગશાળામાં મોકલવામાં આવે.
