Skip to main content
Settings Settings for Dark

મહારાષ્ટ્રમાં છેલ્લા 48 કલાકથી વરસાદ, તો જમ્મુ કાશ્મીરમાં ભારે વરસાદને કારણે આઠ લોકોના મોત

Live TV

X
  • મુંબઇ, થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, જિલ્લામાં ધોરણ 12 સુધીનું શિક્ષણ કાર્ય બંધ રાખવામા આવશે.

    મહારાષ્ટ્રમાં છેલ્લા 48 કલાકથી થઇ રહેલ વરસાદના પગલે સરકારે મુંબઇ અને મુંબઇ મહાનગર ક્ષેત્રની તમામ સ્કુલોમા રજા રાખવાની જાહેરાત કરી છે. સરકારી આદેશ અનુસાર મુંબઇ, થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, જિલ્લામાં ધોરણ 12 સુધીનું શિક્ષણ કાર્ય બંધ રાખવામા આવશે. બી.એમ.સી.એ શહેરમાં સરકારી અને ખાનગી સ્કુલોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો આદેશ આપ્યો છે. મુંબઇમાં ભારે વરસાદથી લોકલ ટ્રેનની સેવાને અસર થઇ છે. તેમજ સડકના વાહનવ્યવહારને માઠી અસર પહોચી છે. મુંબઇમા ભારે વરસાદના પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. હવામાન વિભાગ અનુસાર આજે મુંબઇના કેટલાક વિસ્તારોમા ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. થાણે અને પાલઘરમા બુધવારે થયેલા ભારે વરસાદના પગલે પાણી ભરાયા હતાં.

    જમ્મુ કાશ્મીરમાં જમ્મૂ સંભાગના કઠુઆ જિલ્લાના વિસ્તારમાં ભારે વરસાદને કારણે આઠ લોકોના મોત થયા છે. કઠુઆ જિલ્લાના બાની વિસ્તારમાં ભારે વરસાદને કારણે બે મકાન ધસી પડ્યા છે અને ચાર મૃતદેહ મળી આવ્યા છે. લાપતા થયેલ લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply