શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનીલ વિક્રમસિંઘે બે દિવસના પ્રવાસે આજે નવી દિલ્હી પહોંચશે
Live TV
-
બન્ને દેશના રાજકીય સંબંધોની સ્થાપનાની 75મી વર્ષગાંઠ છે.
શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનીલ વિક્રમસિંઘે બે દિવસના પ્રવાસે આજે નવી દિલ્હી પહોંચશે. પોતાના પ્રવાસ દરમિયાન રાનીલ વિક્રમસિંઘે, રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ, પ્રધાનમંત્રી અને અન્ય ગણમાન્ય લોકોને મળશે અને પરસ્પર હિતોના અલગ અલગ મુદ્દે દ્વિપક્ષીય ચર્ચા કરશે. તેમનો પ્રવાસ એવા સમયે થઇ રહ્યો છે, જ્યારે બન્ને દેશના રાજકીય સંબંધોની સ્થાપનાની 75મી વર્ષગાંઠ છે. આર્થિક સંકટોથી પરેશાન શ્રીલંકામા ગતવર્ષે જુલાઇમાં જનવિરોધના કારણે રાજપક્ષેને પદ પરથી દૂર કરાયા હતા. ત્યાર બાદ વિક્રમસિંઘેની આ પ્રથમ ભારતની મુલાકાત છે.
