Skip to main content
Settings Settings for Dark

મહારાષ્ટ્ર: રાયપુરમાં ભૂસ્ખલન થતા પાંચ લોકોના મોત, NDRFની ટીમે બચાવની કામગીરી શરૂ કરી

Live TV

X
  • થાણે અને પાલઘરમાં બુધવારે થયેલા ભારે વરસાદના પગલે પાણી ભરાયા હતાં.

    મહારાષ્ટ્રના રાયપુર જિલ્લામાં ખાલુપુરનગર નજીક વરસાદના પગલે વાડીગામે ભુસ્ખલન થયું હતું, જેમા પાંચ લોકોના મોત થયા હતાં. આ સ્થળે એન.ડી.આર.એફની ચાર ટીમે બચાવની કામગીરી શરૂ કરી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. અત્યાર સુધીમાં આ સ્થળેથી 75 લોકોને બચાવાયા છે. મહારાષ્ટ્રમાં વરસાદના પગલે સરકારે મુંબઇ અને મુંબઇ મહાનગર ક્ષેત્રની તમામ સ્કુલોમાં રજા રાખવાની જાહેરાત કરી છે. સરકારી આદેશ અનુસાર મુંબઇ, થાણે, પાલઘર, રાયગઢ, રત્નાગીરી, સિંધુદુર્ગ, જિલ્લામાં ધોરણ 12 સુધીનું શિક્ષણ કાર્ય બંધ રાખવામા આવશે. જ્યારે બી.એમ.સી.એ શહેરમા સરકારી અને ખાનગી સ્કુલોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો આદેશ આપ્યો છે. મુંબઇમાં ભારે વરસાદથી લોકલ ટ્રેનની સેવાને અસર થઇ છે. તેમજ સડકના વાહનવ્યવહારને માઠી અસર પહોચી છે. મુંબઇમા ભારે વરસાદના પગલે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. હવામાન વિભાગ અનુસાર આજે મુંબઇના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. થાણે અને પાલઘરમાં બુધવારે થયેલા ભારે વરસાદના પગલે પાણી ભરાયા હતાં.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply