Skip to main content
Settings Settings for Dark

માનવ સંસાધન વિકાસ મંત્રીએ ઓનલાઈન એજ્યુકેશન સાથે જોડાયેલ દિશા નિર્દેશ કર્યા જાહેર

Live TV

X
  • માનવ સંસાધન વિકાસ મંત્રી ડો રમેશ પોખરિયાલ નિશંકે ઓનલાઈન શિક્ષણ સાથે જોડાયેલ દિશાનિર્દેશ જાહેર કર્યા છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા 'પ્રજ્ઞાતા' નામથી જાહેર કરાયેલા આ દિશાનિર્દેશમાં વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણનો રોજનો સમયગાળો અને સેશનની સંખ્યા નક્કી કરાઈ છે.

    જેમાં જણાવાયું છે કે, પ્રી-પ્રાઈમરીના બાળકો માટે અડધા કલાકથી વધુ ઓનલાઈન શિક્ષણ ન હોવું જોઈએ. જ્યારે ધોરણ 9થી 12ના વિદ્યાર્થી 30થી 45 મિનિટના 4 સેશનની ભલામણ કરવામાં આવી છે. ઓનલાઈન શિક્ષણ માટેનો દિવસ રાજ્ય સરકાર પોતાની રીતે નક્કી કરી શકે છે.

    'પ્રજ્ઞાતા' દિશાનિર્દેશોને વિદ્યાર્થીઓના દ્રષ્ટીકોણથી તૈયાર કરવામાં આવ્યો છે. જેનો હેતુ ઘરેથી અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને ઉમદા ઓનલાઈન શિક્ષણ પુરૂ પાડવાનો છે. આ દિશાનિર્દેશ વિદ્યાર્થીઓની સાથે સાથે શિક્ષકો, શાળા સંચાલકો માટે ખુબજ ઉપયોગી સાર્થક થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply