Skip to main content
Settings Settings for Dark

મુંબઈમાં એક જ દિવસમાં 7 હજાર વાહનો જપ્ત

Live TV

X
  • કામ વગર બહાર નીકળતા વાહનચાલકો સામે પોલીસની કાર્યવાહી

    મુંબઈમાં કામ અને કારણ વિના નીકળેલાં 7000 વાહનો પોલીસે જપ્ત કર્યાં છે. આ કાર્યવાહી આગળ પણ ચાલુ રખાશે. ખાસ કરીને ઘરથી 2 કિમી અંતરની બહાર કામ અને કારણ વિના નીકળેલાં આ વાહનો છે. તેમાં અમુક કાર અને બાઈક રેસિંગ માટે ઉપયોગ કરાતાં હતાં એવું પણ જાણવા મળ્યું છે. ઉત્તર મુંબઈમાં પોલીસે રવિવારે કામ અને કારણ વિના વાહનોમાં જતા અને નિયમોની ઐસીતૈસી કરતા ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. બોરીવલીથી મલાડ સુધીના વિસ્તારોમાં સતત વધી રહેલા કોવિડ-19ના કેસને ધ્યાને લઇ પોલીસ દ્વારા કડક ચેકિંગ સાંજના 6 વાગ્યા સુધી હાથ ધરાયું હતું. આ દરમિયાન એક દિવસની ઝુંબેશમાં કુલ 7000 વાહનો કબજે કર્યાં હોવાનું નોર્થ ઝોનના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. આ કામગીરી દરમિયાન ફરારી, મર્સિડીઝ, ઓડી અને બીએમડબ્લ્યુ સહિત 50થી વધુ આલીશાન વાહનોનો પણ સમાવેશ થતો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply