રાજસ્થાનમાં તાપમાન 48 ડીગ્રીને પાર પહોંચ્યું, ઘણા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર
Live TV
-
ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાં ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે. રાજસ્થાનમાં ભીષણ ગરમીથી લોકો ત્રસ્ત બન્યા છે.
ઉત્તર ભારતના મોટા ભાગના રાજ્યોમાં ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે. રાજસ્થાનમાં ભીષણ ગરમીથી લોકો ત્રસ્ત બન્યા છે. રાજસ્થાનના ચાર જીલ્લાઓમાં ભીષણ ગરમીમાં 4 લોકોના મૃત્યુ નીપજ્યાં છે. રાજ્યની સરકારી હોસ્પિટલના દરેક ડોકટરો અને પેરા મેડીકલ સ્ટાફની રજાઓ રદ્દ કરી દેવામાં આવી છે. રાજસ્થાનમાં તાપમાન સતત બીજા દિવસે 48 ડીગ્રીથી વધુ નોંધાયું હતું. રાજસ્થાનમાં મોટા ભાગના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સાથે જ ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, હરિયાણા અને પંજાબના કેટલાક શહેરોમાં પણ તાપમાન 45 ડીગ્રીને પાર પહોંચ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી કેટલાક દિવસો માટે ભયંકર લુની ચેતવણી જાહેર કરેલ છે. દિલ્હી , હરિયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશ, ગુજરાત અને મધ્યપ્રદેશમાં આગામી પાંચ દિવસ સુધી આજ સ્થિતિ બની રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે.
