રાષ્ટ્રને સમર્પિત રીવા સોલર પાવર પ્લાન્ટ
Live TV
-
પ્રધાનમંત્રીએ મધ્યપ્રદેશના રીવામાં 750 મેગાવૉટની સૌર પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મધ્યપ્રદેશના રીવામાં સ્થાપિત 750 મેગા વોટના સૌર ઉર્જા પાવર પ્લાન્ટનું ઉદ્ધાટન કરીને દેશને સમર્પિત કર્યો છે.... 1500 હેક્ટરમાં ફેલાયેલ આ પરિયોજના અંતર્ગત 500 હેક્ટરની ભૂમિ પર 250-250 મેગા વોટનાં 3 ત્રણ સૌર ઉત્પાદન એકમો સ્થાપિત કરાયા છે.. રિવા આલ્ફા મેગા સોલર લીમીટેડે કેન્દ્ર સરકાર દ્વારા મળેલી 138 કરોડ રૂપિયાની સહાયથી આ સૌરપાર્કને વિકસાવવામાં આવ્યો છે. આ પ્રસંગે સંબોધન કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારત માટે વીજળીની આત્મનિર્ભરતા ખુબજ જરૂરી છે.. પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, ઉર્જાના ક્ષેત્રમાં અગ્રેસર રહેલા દુનિયાના પાંચ દેશોમાં ભારત પણ સ્થાન પામ્યું છે.
