Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિએ આજે ​​ભોપાલમાં સાહિત્ય ઉત્સવ 'ઉત્કર્ષ' અને 'ઉન્મેષ' નું કર્યું ઉદ્ઘાટન

Live TV

X
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ​​ભોપાલમાં ભારતના લોક અને આદિજાતિ અભિવ્યક્તિના રાષ્ટ્રીય ઉત્સવ "ઉત્કર્ષ" અને આંતરરાષ્ટ્રીય સાહિત્ય ઉત્સવ "ઉન્મેષ" નું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે સાહિત્ય માનવતાને અરીસો બતાવે છે અને તેને આગળ લઈ જાય છે. તેમણે કહ્યું કે અમૃત કાળમાં ઉન્મેષ કાર્યક્રમમાંથી એ જોવાનું છે કે જેને મોટી સંખ્યામાં લોકો વાંચી રહ્યા છે તે સાહિત્યમાં શું સર્જાઈ રહ્યું છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે ઉત્કર્ષ એટલે પ્રગતિ અને આદિવાસી સમૂહની પ્રગતિ દેશની પ્રગતિ તરફ દોરી જશે. તેમણે કહ્યું કે આદિવાસી પરંપરા, ભાષા અને સંસ્કૃતિને જાળવી રાખવાની જવાબદારી આપણા સૌની છે.

    સાંસ્કૃતિક વિભાગ મધ્યપ્રદેશની સાથે સંગીત નાટક અકાદમી અને સંસ્કૃતિ મંત્રાલયની સાહિત્ય અકાદમીએ 3જી થી 5મી ઓગસ્ટ દરમિયાન આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. ઉદ્ઘાટન સમારોહમાં રાજ્યપાલ મંગુભાઈ પટેલ અને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ હાજર રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply