સમુદ્રયાન પ્રોજેક્ટ હેઠળ ત્રણ કર્મચારીઓને 6000 મીટરની ઊંડાઈએ મોકલવાનો ઉદ્દેશ
Live TV
-
કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રી કિરેન રિજિજૂએ આજે જણાવ્યું હતું કે સમુદ્રયાન પ્રોજેક્ટ તેનો ઉદ્દેશ ત્રણ કર્મચારીઓને સબમર્સિબલમાં 6000 મીટરની ઊંડાઈએ મોકલવાનો, ઊંડા સમુદ્ર સંસાધનોનો અભ્યાસ કરવા અને જૈવવિવિધતા મૂલ્યાંકન કરવાનો છે. રાજ્યસભામાં એક લેખિત જવાબમાં આ વાત જણાવતાં તેમણે કહ્યું હતું કે, આ પ્રોજેક્ટ ઇકોસિસ્ટમને ખલેલ પહોંચાડશે નહીં, કારણ કે સબમર્સિબલનો ઉપયોગ સંસાધનોની શોધ માટે થાય છે.
રિજિજૂએ ગૃહને માહિતી આપી હતી કે, ડીપ ઓશન મિશન દેશની જીડીપી વૃદ્ધિની સંભવિતતા ધરાવતી સરકારની બ્લ્યુ ઇકોનોમી પોલિસીને ટેકો આપે છે અને દેશમાં આર્થિક વૃદ્ધિ, સુધારેલી આજીવિકા અને રોજગારી તથા દરિયાઈ ઇકોસિસ્ટમનાં સ્વાસ્થ્ય માટે દરિયાઈ સંસાધનોનાં સ્થાયી ઉપયોગની કલ્પના કરે છે.
કિરેન રિજિજૂએ જણાવ્યું કે સમુદ્રયાન પ્રોજેક્ટનો ઉદ્દેશ ઊંડા સમુદ્રી સંસાધનોનો અભ્યાસ કરવા માટે ત્રણ કર્મચારીઓને સબમર્સિબલમાં 6 કિલોમીટરની ઊંડાઈએ મોકલવાનો છે
