'રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર' 2023ની જાહેરાત, 9 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ એનાયત થશે
Live TV
-
આ સંસ્થાઓએ રમતગમતના પ્રમોશન અને વિકાસના ક્ષેત્રમાં દૃશ્યમાન ભૂમિકા ભજવી છે.
યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે 'રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર' 2023ની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 09 જાન્યુઆરી, 2024ના રોજ સવારે 11:00 વાગ્યે પુરસ્કાર વિજેતાઓને પુરસ્કાર એનાયત કરશે. 'રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર' જે કોર્પોરેટ એકમો (ખાનગી અને જાહેર ક્ષેત્ર એમ બંનેમાં), રમતગમત નિયંત્રણ બોર્ડ, એનજીઓ, એનજીઓને આપવામાં આવે છે. જેમાં રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે રમતગમત સંસ્થાઓનો પણ સમાવેશ થાય છે. જેમણે રમતગમતના પ્રમોશન અને વિકાસના ક્ષેત્રમાં દૃશ્યમાન ભૂમિકા ભજવી છે.
આ બે સંસ્થાઓને મળશે 'રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર' 2023
વર્ગ
સંસ્થા
ઉભરતી/યુવાન પ્રતિભાઓને ઓળખવી અને તેનું પોષણ કરવું
જૈન ડીમ્ડ ટુ બી યુનિવર્સિટી, બેંગલુરુ
કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી મારફતે રમતગમતને પ્રોત્સાહન
ઓડિશા માઇનિંગ કોર્પોરેટ લિમિટેડ
અરજીઓને ઓનલાઇન આમંત્રિત કરવામાં આવી હતી અને ખેલાડીઓ, કોચ, સંસ્થાઓને સમર્પિત ઓનલાઇન પોર્ટલ દ્વારા સ્વ-અરજી કરવાની મંજૂરી આપવામાં આવી હતી. વર્ષ 2023માં આ પુરસ્કાર માટે મોટી સંખ્યામાં અરજીઓ, નામાંકનો પ્રાપ્ત થયાં હતાં. જેને ભારત સરકારનાં સચિવ (રમતગમત) શ્રીમતી સુજાતા ચતુર્વેદીની અધ્યક્ષતામાં પસંદગી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યાં હતાં અને તેમાં અગાઉનાં વિજેતાઓ, ઉદ્યોગ સંગઠન, રમતગમતનાં પત્રકાર, નિષ્ણાંતો, કોમેન્ટેટર્સ, રાજ્ય સરકારનાં સચિવ (રમતગમત) અને બિન-સરકારી ઓર્ગેનાઈઝેશનનાં સભ્યો સામેલ હતાં, જે રમતગમતમાં સક્રિય હતાં.
ભારતના રાષ્ટ્રીય ખેલ પુરસ્કારોની રચના કરતા છ મુખ્ય પુરસ્કારોમાં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર અથવા માત્ર ખેલ રત્ન, અર્જુન પુરસ્કાર, દ્રોણાચાર્ય પુરસ્કાર, મેજર ધ્યાનચંદ પુરસ્કાર, મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી, જેને માકા ટ્રોફી પણ કહેવામાં આવે છે અને રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કારનો સમાવેશ થાય છે.