રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા આજે દ્વિમાસિક મૌદ્રિક નીતિની જાહેરાત કરશે
Live TV
-
નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા વચગાળાના બજેટની જાહેરાત બાદ આ પ્રથમ બેઠક છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા આજે દ્વિમાસિક મૌદ્રિક નીતિની જાહેરાત કરશે. RBI ગવર્નર શક્તિકાંત દાસ ત્રણ દિવસીય મૌદ્રિક નીતિ સમિતિની બેઠકમાં લેવાયેલ નિર્ણય આજે જાહેર કરશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા વચગાળાના બજેટની જાહેરાત બાદ આ પ્રથમ બેઠક છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ એક વર્ષ સુધી નાના સમયગાળાની લોન તથા રેપો રેટ 6.5 ટકા પર જાળવી રાખ્યો છે, જેથી રેપો રેટ પણ સતત છઠ્ઠી વખત 6.5 ટકા પર યથાવત રાખવામાં આવે તેવી શક્યતા છે. ફેબ્રુઆરી 2023માં વ્યાજદર 6.15 ટકાથી 6.50 ટકા કરવામાં આવ્યો હતો.
મૌદ્રિક નીતિ સમિતિમાં ભારતીય રિઝર્વ બેન્કના ત્રણ અધિકારી અને ત્રણ બહારના સભ્ય છો. બહારના સભ્યોમાં શશાંક ભિડે, આશિમા ગોયલ અને જયંત આર વર્મા શામેલ છે. ભારતીય રિઝર્વ બેન્કના ત્રણ અધિકારીમાં RBI ગવર્નર શક્તિકાંત દાસ, કાર્યકાર નિદેશક રાજીવ રંજન અને ડેપ્યુટી ગવર્નર માઈકિલ દેબબ્રત પાત્રા શામેલ છે.