લોકસભાનું સાંસદ પદ ફરી મેળવ્યા બાદ રાહુલ ગાંધીએ સંસદમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાજંલિ આપી
Live TV
-
લોકસભા સચિવાલયે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ પુનઃસ્થાપિત કર્યું છે. માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીની સજા મોકૂફ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકસભાનું સભ્યપદ પુનઃસ્થાપિત થયા બાદ રાહુલ ગાંધીએ સંસદમાં પહોંચીને સંકુલમાં આવેલી મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાજંલિ આપી હતી. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે માર્ચ મહિનામાં પૂર્ણેશ મોદીએ કરેલા માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટે બે વર્ષની સજા ફટકારી હતી અને તેમને સજા ફટકાર્યા બાદ લોકસભામાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. મહત્વનું છે કે રાહુલ ગાંધી કેરળના વાયનાડ મતવિસ્તારમાંથી લોકસભાના સભ્ય છે.
