Skip to main content
Settings Settings for Dark

સ્વદેશી આંદોલનના ભાગરૂપે હેન્ડલુમને પ્રોત્સાહન આપવાના અનુરોધથી આઝાદીની ચળવળને નવું બળ મળ્યું હતું: પ્રધાનમંત્રી

Live TV

X
  • રાષ્ટ્રીય હેન્ડલુમ દિવસ નિમિત્તે દિલ્હી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય વસ્ત્ર એવં શિલ્પ કોષ ઇ-પોર્ટલનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાથશાળ ખાદી ક્ષેત્રના વણકરો, કલા- કસબીઓ, કાપડ અને MSME ક્ષેત્રના હિતધારકો ઉપસ્થિત રહ્યા છે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સ્વદેશી આંદોલનના ભાગરૂપે હેન્ડલુમને પ્રોત્સાહન આપવાના અનુરોધથી આઝાદીની ચળવળને નવું બળ મળ્યું હતું. તેમણે કહ્યું કે, ભારતમાં વિવિધ ક્ષેત્રના લોકો દ્વારા હાથશાળની મદદથી તૈયાર કરાતા વસ્ત્રોમાં કલાત્મકતા અને વિવિધતા જોવા મળે છે. છેલ્લા નવ વર્ષમાં સ્થાનિકને મહત્વ આપવાનું મિશન હવે જન આંદોલન બન્યું છે. લોકો સ્વેચ્છાથી મોટી સંખ્યામાં ખાદી તેમજ હાથશાળના વસ્ત્રો ખરીદી રહ્યા છે. પ્રધાનમંત્રીએ શુભારંભ કરાવેલા આ પોર્ટલ દ્વારા દેશભરના હેન્ડલુમ ગ્રૂપ, Nift, વીવર સર્વિસ સેન્ટર, હસ્તકલા નિકાસ પ્રોત્સાહન પરિષદ, સહિત વિવિધ રાજ્ય હેન્ડલુમ વિભાગો એક સાથે જોડાયા છે. આ કાર્યક્રમ દરમિયાન હસ્તકલા ક્ષેત્રના ગુજરાતના 44 કારીગરોને રાજ્ય એવોર્ડથી સન્માનિત કરાયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply