લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાના મતદાનમાં સામાન્યથી લઈ અનેક દિગ્ગજોએ કર્યું મતદાન
Live TV
-
લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાના મતદાનમાં સામાન્યથી લઈ અનેક દિગ્ગજોએ કર્યું મતદાન
લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાના મતદાનમાં સામાન્યથી લઈ અનેક દિગ્ગજોએ મતદાન કર્યું હતું. જેમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ દિલ્હીમાં મતદાન કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પત્ની ડોક્ટર સુદેશ ધનખડ સાથે દિલ્હીના નોર્થ એવન્યૂમાં મતદાન કર્યું હતું. વિદેશમંત્રી ડોક્ટર એસ. જયશંકરે પણ પત્ની સાથે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તો પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મતદાન બાદ કહ્યું કે, 'હું ઈચ્છું છું કે દરેક દેશવાસી લોકશાહીને મજબૂત કરવા અને વિકસિત ભારત માટે પોતાના મતનો ઉપયોગ કરે.' તો હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના ઉમેદવાર મનોહરલાલ ખટ્ટરે કરનાલમાં મતદાન કર્યું હતું. તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ દિલ્લીમાં મતદાન કર્યું હતું. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ લોધી એસ્ટેટના અટલ આદર્શ વિદ્યાલયના મતદાન મથક પર મત આપ્યો હતો. પૂર્વ ક્રિકેટર કપિલ દેવે મતદાન પછી તમામ લોકોને પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરવા માટે અપીલ કરી હતી.
