લોકસભા ચૂંટણીનો પ્રચાર પૂર જોશમાં, નરેન્દ્ર મોદી આઝે 4 ચૂંટણી રેલીઓ સંબોધશે
Live TV
-
લોકસભા ચૂંટણીના આગામી તબક્કા માટે ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે.
લોકસભા ચૂંટણીના આગામી તબક્કા માટે ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. આજે તેઓ કુલ 4 ચૂંટણી રેલીઓ કરશે. જેમાં ઉત્તર પ્રદેશના બારાબંકી, પેથાપુર તેમજ હમીરપુરમાં સભાઓ સબોધશે. તેમજ સાંજે મહારાષ્ટ્રના મુંબઇમાં સાઉથ સેન્ટ્રરલ બેઠક પર ભાજપના ઉમેદવાર ઉજ્જવલ નિકમના સમર્થનમાં રોડ શો કરશે.
લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ યોજાવા જઈ રહ્યું છે. આ તબક્કામાં, 6 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોને આવરી લેતી 49 લોકસભા બેઠકો પર મતદાન થશે. ત્યારે આ તબક્કામાં મતદાન કરનારા મતદારોને આકર્ષવા માટે તમામ રાજકીય પાર્ટીઓએ એડીચોટીનું જોર લગાવ્યું છે.
