લોકસભા ચૂંટણી પરિણામઃ ભાજપ 240, કૉંગ્રેસ 99, સમાજવાદી પાર્ટી 37 અને તૃણમૂલ કૉંગ્રેસને 29 બેઠક મળી
Live TV
-
18મી લોકસભાની ચૂંટણી માટે સાત તબક્કામાં મતદાન યોજાયું હતું અને મતગણતરી 4 જૂને સવારે શરૂ થઈ હતી અને મધ્યરાત્રિએ પૂર્ણ થઈ હતી. તમામ 543 લોકસભા સીટોના પરિણામો સવારે 2.20 વાગ્યે જાહેર કરવામાં આવ્યા હતા. જાહેર થયેલા પરિણામોમાં કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ગૃહમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. ચૂંટણી પહેલા જાહેર કરાયેલ ભાજપના નેતૃત્વ હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ને કુલ 294 બેઠકો મળી છે. આ ચૂંટણીમાં કૉંગ્રેસ 100 પણ પાર કરી શકી ન હતી અને 99 બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો. કૉંગ્રેસના I.N.D.I.A ગઠબંધનને કુલ 232 બેઠકો મળી છે.
અંતિમ અને જાહેર થયેલા પરિણામો અનુસાર, નવી રચાયેલી લોકસભામાં પાર્ટીની સ્થિતિ નીચે મુજબ રહેશે
પક્ષ બેઠક ભાજપ 240 કૉંગ્રેસ 99 સમાજવાદી પાર્ટી 37 તૃણમૂલ કૉંગ્રેસ 29 દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) 22 તેલુગુ દેશમ પાર્ટી (TDP) 16 જનતા દળ (JDU) 12 શિવસેના (યુબીટી) 09 નેશનાલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી(NCP-શરદ પવાર)
08 શિવસેના ( એકનાથ શિંદે) 07 લોક જનશક્તિ પાર્ટી (LJP) 05 યુવા શ્રમિક રાયથુ કૉંગ્રેસ પાર્ટી (YSRCP) 04 રાષ્ટ્રીય જનતા દળ (RJD) 04 કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPIM) 04 ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ 03 આમ આદમી પાર્ટી 03 ઝારખંડ મુક્તિ મોરચા 03 જનસેના પાર્ટી 02 સીપીઆઈ(એમએલ) 02
વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી (VCK) 02 જનતા દળ (JDS) 02 કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (CPI) 02 રાષ્ટ્રીય લોકદળ 02 જે એન્ડ કે નેશનલ કૉંગ્રેસ 02 યુનાઈટેડ પીપલ્સ પાર્ટી 01 આસામ ગણ પરિષદ 01 હિન્દુસ્તાની અવામ મોરચા 01 કેરળ કૉંગ્રેસ 01 રિવોલ્યુશનરી સોશ્યલિસ્ટ પાર્ટી (RSP) 01 NCP 01 વોઈસ ઓફ પીપલ્સ પાર્ટી 01 જારમ પીપલ્સ મૂવમેન્ટ 01 શિરોમણી અકાલી દળ 01 નેશનલ ડેમોક્રેટિક પાર્ટી 01 ભારત ટ્રાઇબલ પાર્ટી 01 સિક્કિમ રિવોલ્યુશનરી ફ્રન્ટ 01 મારુમાલાર્ચી દ્રવિડ મુનેત્ર કઝગમ (MDMK) 01 આઝાદ સમાજ પાર્ટી 01 અપના દલ (સોનેલાલ) 01 ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન (AJSU) 01 ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) 01 આ સિવાય અપક્ષના ફાળે સાત બેઠકો ગઈ છે.
