Skip to main content
Settings Settings for Dark

લોકસભા બાદ રાજ્યસભામાં દિલ્હી સેવા બિલ થયું પસાર

Live TV

X
  • લોકસભા બાદ રાજ્યસભામાં દિલ્હી સેવા બિલ થયું પસાર, બિલના સમર્થનમાં 131 અને વિરોધમાં 102 વોટ પડ્યા,

    સંસદમાં દિલ્હી રાષ્ટ્રીય રાજધાની રાજ્ય ક્ષેત્ર શાસન સુધારા વિધેયક-2023 મંજૂર થયું છે. સોમવારે રાજ્યસભાએ આ વિધેયક પસાર કર્યું હતું. આ વિધેયકના સમર્થનમાં 131 જ્યારે વિરોધમાં 102 મત પડ્યાં હતાં. આ વિધેયકની જોગવાઇ મુજબ કેન્દ્ર સરકારને દિલ્હીમાં કામગીરી સહિત વિવિધ મુદ્દાઓમાં નિયમો બનાવવાની સત્તા રહેશે. ઉલ્લેખનીય છે કે,  કેન્દ્ર સરકારે આ અંગેનો વટહુકમ ગત મે મહિનામાં બહાર પાડ્યો હતો. રાષ્ટ્રપતિની સહી બાદ આ વિધેયક કાયદો બનશે. અને કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીમાં ટ્રાન્સફર પોસ્ટીંગ સંબંધી કેન્દ્ર સરકારના વટહુકમનું સ્થાન લેશે. વિધેયક ઉપર થયેલી ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીની કેજરીવાલ સરકાર અને કોંગ્રેસની ટીકા કરી હતી. અમિતશાહે કહ્યું કે સંસદને દિલ્હી સામે કાયદો ઘડવાનો અધિકાર પ્રાપ્ત છે. વિપક્ષ પર કટાક્ષ કરતા અમિત શાહે જણાવ્યું હતું કે વિપક્ષ જાણે છે કે તેઓ એકલા કશુ કરી શકતા નથી. મણીપુરના મુદે ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે સરકાર વારંવાર કહી ચુકી છે કે તેઓ ચર્ચા માટે તૈયાર છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply