DGCAએ 2022માં રેકોર્ડબ્રેક 1165 કમર્શિયલ પાઇલટ લાઇસન્સ જાહેર કર્યા હતા: નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી
Live TV
-
નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રાજ્યમંત્રી જનરલ ડો.વી કે સિંહએ આજે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં માહિતી આપી હતી કે હાલ દેશમાં 36 ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન્સ (FTO) 57 એરબેઝ પર કાર્યરત છે, જે કેડેટ્સને ઉડાનની તાલીમ આપી રહી છે. વર્ષ 2022માં, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ ઉદ્યોગની જરૂરિયાતને પહોંચી વળવા માટે રેકોર્ડ 1165 કમર્શિયલ પાઇલટ લાઇસન્સ (CPL) જાહેર કર્યા હતા. પાયલોટ તાલીમ શાળાઓ વધારવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા અનેક પગલા લેવામાં આવેલ છે. વર્ષ 2020માં નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઉદાર FTO માર્ગદર્શિકાને મંજૂરી આપી હતી. સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા પછી, 2021માં, AAIએ બેલગાવી (કર્ણાટક), જલગાંવ (મહારાષ્ટ્ર), કલબુર્ગી (કર્ણાટક), ખજુરાહો (મધ્યપ્રદેશ) અને લીલાબારી (આસામ) ખાતેના 5 એરપોર્ટ પર નવ FTO સ્લોટ આપ્યા હતા. હાલમાં, આમાંથી હાલ છ FTO સ્લોટ કાર્યરત છે. જેમાં જલગાંવ, લીલાબારી, ખજુરાહો, બેલાગવી ખાતે એક-એક અને કલબુર્ગી ખાતે 2 FTO સ્લોટ કાર્યરત છે. જૂન 2022માં, સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા પછી, AAI દ્વારા પાંચ એરપોર્ટ પર વધુ છ એફટીઓ સ્લોટ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં ભાવનગર (ગુજરાત), હુબલી (કર્ણાટક), કડપ્પા (આંધ્રપ્રદેશ), કિશનગઢ (રાજસ્થાન) અને સાલેમ (તમિલનાડુ)નો સમાવેશ થાય છે. હાલમાં સાલેમ (તમિલનાડુ)માં એક એફટીઓ સ્લોટ કાર્યરત છે. DGCAએ FTO ખાતે ઉડ્ડયન કામગીરીને અધિકૃત કરવાના અધિકાર સાથે ફ્લાઇંગ ઇન્સ્ટ્રક્ટર્સને સશક્ત બનાવવા માટે તેના નિયમોમાં ફેરફાર કર્યો છે. આ દરેક એફટીઓ પર ઉડાનના કલાકો અને વિમાનના ઉપયોગમાં વધારો કરવામાં મદદ કરશે અને કમર્શિયલ પાઇલટ લાઇસન્સની આવશ્યકતાઓને ઝડપથી પૂર્ણ કરવામાં મદદરૂપ થશે.
