વર્ષ 2022- 2023માં 325 ટ્રેનોમાં LHB કોચ લગાડવામાં આવશેઃ રેલવે મંત્રી
Live TV
-
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી બજેટમાં રેલવે વિભાગ માટે સમાવિષ્ટ જોગવાઇઓ અને ફાળવણી અંગે વિસ્તૃત માહિતી આપતા કહ્યું કે, રેલવે વિભાગ દ્વારા દેશભરમાં 200 રેલવે સ્ટેશનો પર દુકાનો ખોલવામાં આવશે. જેમાં ડે-ટુ-ડેની જરૃરિયાતવાળી વસ્તુઓ મળી રહેશે. વધુમાં તેમણે ઉમેર્યુ કે, વન સ્ટેશન, વન પ્રોડક્ટ યોજના અંતર્ગત અત્યાર સુધી 550 સ્ટેશનો પર 594 સ્ટોલ્સ લગાવવામાં આવ્યા છે. તો આ વર્ષે આ આંકડો 750 સ્ટેશન સુધી લઇ જવાનો લક્ષ્યાંક છે... વધુમાં રેલવેમંત્રીએ જણાવ્યું કે, વર્ષ 2022- 2023માં 325 ટ્રેનોમાં LHB કોચ લગાડવામાં આવશે, તેમજ આ વર્ષે 250 ટ્રેનોમાંથી જૂના ICF કોચ હટાવીને રાજધાની એક્સપ્રેસ વાળા સ્ટાન્ડર્ડ LHB કોચ લગાડવામાં આવશે. સાથે આવનારા 3 વર્ષોમાં તમામ ટ્રેનો LHB કોચ સાથે અપગ્રેડ કરાશે.
