સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 77મા સત્રના પ્રમુખ સાબા કોરોસી આજથી ત્રણ દિવસ ભારતની મુલાકાતે
Live TV
-
કોરોસી ભારતની ત્રણ દિવસની મુલાકાતે આજે દિલ્હી પહોંચી ગયા છે.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 77મા સત્રના પ્રમુખ સાબા કોરોસી ભારતની ત્રણ દિવસની મુલાકાતે આજે દિલ્હી પહોંચી ગયા છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સત્તા સંભાળ્યા બાદ કોઈપણ દેશની આ તેમની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. મુલાકાત દરમિયાન કોરોસી વિદેશ મંત્રી ડો.એસ. જયશંકર સાથે પારસ્પરિક હિતના મુખ્ય બહુપક્ષીય અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખ તરીકે તેમણે પોતાની પ્રાથમિકતાઓ નક્કી કરી છે. જેમાં સંયુક્ત રાષ્ટ્રના ધોષણાપત્રના મુખ્ય સિદ્ધાંતોને વળગી રહેવું અને સંસ્થાના ટકાઉ પરિવર્તનમાં દૃશ્યમાન પ્રગતિ કરવી, નિર્ણય લેવામાં વિજ્ઞાનની ભૂમિકામાં વધારો કરવો અને વૈશ્વિક સમસ્યાઓના ઉકેલ માટે ભાઈચારાને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે.
જળ વ્યવસ્થાપનમાં ભારતની કૌશલ્ય અને સતત વિકાસ લક્ષ્યાંકો SDG હાંસલ કરવામાં તેમના અનુભવને જોતાં, કોરોસી નીતિ આયોગ અને ભારતના G-20 અધ્યક્ષીય દળના વરિષ્ઠ અધિકારીઓ સાથે પણ ચર્ચા કરશે. તેઓ આવતીકાલે વૈશ્વિક બાબતોની ભારતીય પરિષદને સંબોધશે. કોરોસી આવતીકાલે શહીદ દિવસ પર રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીની સમાધિ પર પુષ્પાંજલિ અર્પણ કરશે.
