Skip to main content
Settings Settings for Dark

સુપ્રીમકોર્ટની શરતી મંજૂરી સાથે જગન્નાથ પુરીમાં યોજાઇ રથયાત્રા

Live TV

X
  • કોવિડ-19ની મહામારી વચ્ચે જગન્નાથ પુરીમાં ભગવાન જગન્નાથની ઐતિહાસિક રથયાત્રાનો ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. આજે જગન્નાથ પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિકળી રહી છે. આ રથયાત્રામાં ત્રણ રથનો સમાવેશ થાય છે જેમાં ભગવાન જગન્નાથનો નંદીઘોષ., ભાઈ બલરામનો તાલધ્વજ અને બહેન સુભદ્રાનો દર્પદલનો સમાવેશ થાય છે.

    ગઈકાલે સુપ્રીમકોર્ટના રથયાત્રા યોજવા અંગેની શરતી મંજુરી અપાતા ઓડિશાના મુખ્યમંત્રી નવિન પટનાયકે જણાવ્યું હતું કે, કોરોના મહામારી વચ્ચે રથયાત્રા યોજવાનું ખુબજ પડકારભર્યુ છે. તેમને આશા વ્યક્ત કરી કે આ રથયાત્રામાં ભાગ લઈ રહેલા મર્યાદીત શ્રદ્ધાળુઓ કડકાઈથી સરકારની માર્ગદર્શિકાનું પાલન કરશે.,. રથયાત્રા પહેલા તૈયારીઓની સમીક્ષા માટે મુખ્યમંત્રીએ પોલીસ અને પ્રશાસનને અનેક મહત્વપૂર્ણ નિર્દેશ આપ્યાં હતા.

    પુરીમાં સોમવાર રાતે નવ વાગ્યાથી બુધવારે બપોરે 2 વાગ્યા સુધી કર્ફ્યૂની બંધ પાળવામાં આવશે. નવ દિવસનાં આ પર્વને લઈને સુરક્ષાની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પુરીના લોકોને અપીલ કરવામાં આવી છે., તેઓ રથાયાત્રા નિહાળવા માટે ઘરમાંથી બહાર ન નીકળે અને માધ્યમો દ્વારા રથયાત્રા અને ભગવાનના દર્શન કરે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply