હવામાન વિભાગે મધ્યપ્રદેશના સાત જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું
Live TV
-
હવામાન વિભાગે બંગાળની ખાડીની આસપાસ હવાના ઓછા દબાણને કારણે મધ્યપ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે સાત જિલ્લા ઉમરિયા, કટની, જબલપુર, મંડલા, પન્ના, દમોહ અને શિવપુરી માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. 18 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ અને 11 જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. દરમિયાન ગઇકાલે રાજધાની ભોપાલ સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો. છેલ્લા 24 કલાકમાં જબલપુરમાં 6.61 ઈંચ વરસાદ નોંધાયો છે.
વિભાગે આગામી બે દિવસ સુધી ઓડિશા અને ઝારખંડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડી પર બનેલો ડીપ પ્રેશર એરિયા 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ ઝારખંડ તરફ આગળ વધ્યો છે.
