Skip to main content
Settings Settings for Dark

1લી જૂન થી પાટાઓ પર દોડશે 200 સ્પેશ્યલ ટ્રેનો  

Live TV

X
  • તેમજ રેલવેએ માહિતી આપી છે કે સ્ટેશનોમાં ભીડ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફેસ માસ્કનો ઉપયોગ કરવો.

     

    દેશમાં કોરોના સંક્રમણના વધતા કેસોની વચ્ચે ફરીથી ટ્રેનો પાટા પર દોડવાનું શરૂ કરશે. દેશમાં લોકડાઉનનો ચોથો તબક્કો સમાપ્ત થતાં 200 ટ્રેનો 1 જૂનથી ટ્રેક પર દોડવા માંડશે.  ભારતીય રેલ્વેએ આ માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. મળતી માહિતી મુજબ આ તમામ ટ્રેનો નોન-એસી હશે. આ તે લોકો માટે મોટી રાહત હશે કે જે લોકડાઉનને કારણે બીજા શહેરમાં તેમના ઘરથી દૂર અટવાયેલા છે. હવે લોકો આ ટ્રેનો દ્વારા સરળતાથી તેમના ઘરે પહોંચી જશે.આ ટ્રેનો માટે 21 મેથી બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. તમામ ટ્રેનોમાં બુકિંગ ફૂલ થઈ ગયું છે. લાબું વેઈટિંગ લિસ્ટ પણ છે. 

    આ દરમિયાન રેલવેએ ટિકિટ બુકિંગની નવી માર્ગદર્શિકા પણ જાહેર કરી દીધી છે. હવે ચાર મહિના એટલે કે 120 દિવસ પહેલા એડવાન્સ બુકિંગ કરાવી શકાશે. લોકડાઉનમાં આ સમયગાળો ઓછો કરીને 30 દિવસનો કરવામાં આવ્યો હતો. આ નવા નિયમ 31 મે બાદ લાગુ પડશે. 

    મુસાફરોને કોરોના વાયરસના ચેપને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવા જણાવાયુ છે. તેમજ રેલવેએ માહિતી આપી છે કે સ્ટેશનોમાં ભીડ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ફેસ માસ્કનો ઉપયોગ કરવો. તેમજ શારીરિક અંતર પણ અનુસરવા જણાવાયું છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply