INS જલાશ્વ 700 ભારતીય નાગરિકોને કોલંબો બંદરથી તમિલનાડુના તુતીકોરિન પરત લાવશે
Live TV
-
આ જહાજ કાલે સવારે કોલંબો પહોંચશે અને મોડી સાંજ સુધીમાં પરત ફરશે.
ઇન્ડિયન નેવી શિપ આઈએનએસ જલાશ્વ આવતીકાલે શ્રીલંકાના કોલંબો બંદરેથી આશરે 700 ભારતીય નાગરિકોને તમિલનાડુના તુતીકોરિન પરત લઈ જશે.'વંદે ભારત' મિશન અંતર્ગત શ્રીલંકાથી ભારતીય નાગરિકોને પરત મોકલવાના ઓપરેશન "સમુદ્ર સેતુ" નો આ પહેલો ભાગ હશે. આ જહાજ કાલે સવારે કોલંબો પહોંચશે અને મોડી સાંજ સુધીમાં પરત ફરશે.
કોલંબોમાં ભારતીય હાઈ કમિશન શ્રીલંકાની નૌકાદળ અને અન્ય અધિકારીઓ ભારતીયોને તેમના વતન પરત પહોચાડવાની વ્યવસ્થા કરી રહ્યું છે.આ દરમ્યાન સામાજિક અંતરના ઢોરનોનું ખાસ ધ્યાન રાખવામા આવશે અને યાત્રીઓને પાયાની સુવિધાઓ અને તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
ભારતીય નૌકાદળ અગાઉના તબક્કાના કામગીરી દરમિયાન માલેથી કોચીમાં 1,488 ભારતીય નાગરિકોને પરત મોકલી ચૂક્યા છે. આઈએનએસ જલાશ્વ શુક્રવારે માલદીવની રાજધાની માલેથી અન્ય 700 ભારતીય નાગરિકોને શુક્રવારે પરત લાવવાની તૈયારીમાં છે અને આ અંગે તૈયારીઓ પણ ચાલુ છે.
