1 ઑગસ્ટ - 7 ઑગસ્ટ દરમિયાન 120થી વધારે દેશોમાં કરવામાં આવી રહી છે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી
Live TV
-
વિશ્વભરના બાળકોના સ્વાસ્થ્યને સુધારવા માટે દર વર્ષે ૧ થી ૮ ઑગસ્ટ દરમિયાન ૧૨૦ થી વધારે દેશોમાં વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જેનો આશય બાળકના જન્મના પ્રથમ કલાકથી છ માસ સુધી ફક્ત સ્તનપાન પર ઉછેર હોય છે. વડોદરાની સયાજી હોસ્પિટલમાં સ્થાપિત માતૃ દૂધ બેંકમાં પ્રથમ દસ મહિના દરમિયાન ૨,૨૮૯ ધાત્રી માતાઓએ ૨.૧૩ લાખ મિલીલીટરથી વધુ માતૃ દૂધનું દાન કર્યું છે. જેના પગલે વિવિધ કારણોસર માતાના દૂધથી વંચિત ૭૬૪ નવજાત શિશુઓને આરોગ્યનું વરદાન મળ્યું છે. મહત્વપૂર્ણ છે કે, રાજ્ય સરકારના નીતિ નિયમો અને માર્ગદર્શનને અનુસરતા ગત ઑક્ટોબર મહિનામાં વડોદરાની સયાજી હોસ્પિટલમાં પ્રથમ માતૃ દૂધ બેંકની સ્થાપના કરવામાં આવી હતી. આ બેંકના પ્રણેતા ડો.શીલા ઐયર જણાવ્યું હતું કે, શરૂઆતના મહિનામાં ૩ લિટર દૂધનું દાન મળ્યું હતું. પ્રોત્સાહક પ્રતિસાદથી તેમાં આજે નોંધપાત્ર વધારો થયો છે.
