75મા ભારતીય આર્મી દિવસની બેંગ્લુરુમાં ઉજવણી કરાઈ
Live TV
-
75મા ભારતીય આર્મી દિવસની બેંગ્લુરુમાં ઉજવણી કરવામાં આવી છે. આ સમારંભ સૌ પ્રથમવાર દિલ્હીથી બહાર ઉજવવામાં આવ્યો છે. આ સમારોહમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહ મુખ્ય અતિથિ રહ્યા હતા. ભૂમિદળના વડા જનરલ મનોજ પાંડેએ મદ્રાસ એન્જીનીયરીંગ ગ્રુપ વોર મેમોરિયલ પર પુષ્પાંજલી અર્પણ કરી હતી અને ઘોડા પર સવાર ટુકડી સહિત આઠ કૂચ કરતી ટુકડીઓ દ્વારા આજે આર્મી દિવસ પરેડ યોજવામાં આવી હતી. બહાદુરી અને બલિદાનના વ્યક્તિગત યોગદાન બદલ વીરતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. સમારંભમાં લશ્કરી ટેટૂ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. 1949માં ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર -ઇન-ચીફ તરીકે તત્કાલીન લેફટનન્ટ જનરલ કે. એમ. કેરિઅપ્પાએ હોદ્દો ગ્રહણ કર્યાની યાદમાં દર વર્ષે 15મી જાન્યુઆરીએ આર્મી દિવસની ઉજવણી કરવામાં આવે છે.
