CM અશોક ગેહલોતે રાજ્યપાલ સાથે મુલાકાત કરીને તત્કાલ વિધાનસભા સત્ર બોલાવવાની માગ કરી
Live TV
-
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના સમર્થક ધારાસભ્યોએ તુરંત વિધાનસભાનું સત્ર બોલવવાની માંગ કરી છે. ગઇકાલે ધારાસભ્યોનાં એક દળે રાજ્યપાલ કલરાજ મિશ્ર સાથે મુલાકાત કરી હતી... રાજ્યપાલે ધારાસભ્યોને કહ્યું કે, રાજ્યમાં હાલની સ્થિતિને જોતા કાયદાકીય સલાહ લીધા બાદ જ તેઓ આ અંગે કોઈ યોગ્ય નિર્ણય લેશે..જો કે, મુખ્યમંત્રી અશોક ગેહલોત ખુબ જ આશ્વસ્ત છે અને તેમણે જણાવ્યું હતું કે, જો રાજ્યપાલ વિધાનસભા સત્ર બોલાવવાની મંજુરી આપે તો તેઓ સરળતાથી બહુમત સિદ્ધ કરી શકે છે. બીજી તરફ વરિષ્ઠ ભાજપના નેતાઓએ રાજ્યમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણને અરાજકતાભરી સ્થિતિ ગણાવી છે. અને ક્હ્યું હતું કે, કોંગ્રેસ લોકતાંત્રિક મર્યાદાનું ઉલ્લંઘન કરી રહી છે. મહત્વપૂર્ણ છે કે, રાજસ્થાન હાઈકોર્ટે સચિન પાયલટ સમર્થક જુથને રાજસ્થાન વિધાનસભા અધ્યક્ષ દ્વારા ફટકારવામાં આવેલી અયોગ્યતા નોટિસ પર આગામી આદેશ સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં કરવાનું કહ્યું છે. તેથી વિધાનસભા અધ્યક્ષ આ બળવાખોર ધારાસભ્યો સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી નહીં કરી શકે,.. આ મામલે હવે સુપ્રીમકોર્ટમાં સોમવારે સુનાવણી હાથ ધરાશે..સુપ્રીમકોર્ટ જ નક્કી કરશે કે સ્પીકર બળવાખોર ધારાસભ્યો સામે કાર્યવાહી કરી શકે કે નહીં..
