Skip to main content
Settings Settings for Dark

Covid19 ના દર્દીઓની સારવાર માટે રેલવેના કોચનો ઉપયોગ શરૂ

Live TV

X
  • કોરોના મહામારીના સંકટના સમયમાં ભારતીય રેલવે મહત્વની ભૂમિકા ભજવી રહી છે. ભારતીય રેલવે તંત્ર કોરોના સામેની લડાઈ સતત ખડેપગે લડવા માટે પ્રતિબદ્ધ છે.

    કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે તૈયાર કરવામાં આવેલ કોચનો ઉપયોગ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. ભારતીય રેલવેએ ઉત્તરપ્રદેશ, તેલંગણા, આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશમાં કુલ 960 કોવિડ કેર કોચ તૈયાર કર્યાં છે. જેમાંથી દિલ્હીમાં 503, આંધ્રપ્રદેશમાં 20, તેલંગણામાં 60, ઉત્તરપ્રદેશમાં 372 અને મધ્યપ્રદેશમાં 5 કોચ તૈનાત કરવામાં આવ્યા છે.

    રાજધાની દિલ્હીમાં 9 જગ્યાએ કુલ 503 કોચ કોવિડ દર્દીઓ માટે તૈયાર કરાયા છે. તો ભારતીય રેલવેએ રાજ્યોને 5 હજાર 231 કોવિડ કેર કોચ આપવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply