India-EU Summit માં PM મોદી: વિશ્વશાંતિ માટે ભારત અને યુરોપીય સંઘની ભાગીદારી જરૂરી
Live TV
-
આજે 15મું ભારતીય-યુરોપીય સંઘ સંમેલન યોજાયું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ રીતે આ સંમેલનને સંબોધિત કરતાં યુરોપમાં કોવિડ-19ને કારણે થયેલી ક્ષતિ માટે સંવેદના પ્રગટ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભારત અને ઈયુના સંબંધોને વધારે વિસ્તૃત અને પ્રગાઢ બનાવવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ વર્ચ્યુઅલ સમિટથી આપણા સંબંધોને ગતિ મળવાની આશા છે. આપણી ભાગીદારી વિશ્વમાં શાંતિ અને સ્થિરતા માટે ઉપયોગી છે. ભારત અને ઈયુની ભાગીદારી માનવતા કેન્દ્રીત વૈશ્વીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
તેમણે જણાવ્યું કે, આપણા નાગરિકો સ્વાસ્થ અને સમૃદ્ધિ જેવા પડકારનો સામનો કરી રહ્યાં છે. પ્રધાનમંત્રીએ ભારતમાં નવીનીકરણ ઉર્જાને વધારવા પર ભાર મુકતાં કહ્યું તે, નવીનીકરણ ઉર્જાના ક્ષેત્રમાં યુરોપ રોકાણ કરે અને નવી ટેકનીક લાવે.
