PMએ દેશના વિકાસમાં ICCના પ્રદાનને બિરદાવ્યું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના 95 માં વાર્ષિક પ્લેનરી સેશનને વીડિયો કોન્ફરન્સિંગથી સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રીએ દેશના વિકાસમાં I.C.C.ના પ્રદાનને બિરદાવ્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું , કે દેશ આજે એક સાથે અનેક પડાકારોનો સામનો કરી રહ્યો છે. પરંતુ મુસીબતની દવા મજબૂતી જ હોય છે. આપણી સંકલ્પ શક્તિ જ આગળનો માર્ગ નક્કી કરશે. તેમણે કહ્યું , કે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે અનેક સુધારા કરવામાં આવ્યા છે. તેમણે ઉદ્યોગ જગતને તે સુધારાનો લાભ લેવા આગળ આવવા અપીલ કરી હતી.
