Skip to main content
Settings Settings for Dark

PM આજે તુમકુરુમાં હિન્દુસ્તાન એરોનેટિક્સ લિમિટેડના હેલીકોપ્ટર ઉત્પાદન પ્લાન્ટને રાષ્ટ્રને કરશે સમર્પિત

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તુમકુરુમાં હિન્દુસ્તાન એરોનેટિક્સ લિમિટેડના હેલીકોપ્ટર ઉત્પાદન પ્લાન્ટને રાષ્ટ્રને સમર્પિત કરશે. આ પ્રસંગે સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે. 615 એકરમાં સ્થિત ગ્રીનફિલ્ડ હેલિકોપ્ટર ફેક્ટરી લાઈટ યુટીલીટી હેલીકોપ્ટરનું ઉત્પાદન કરશે.

    કર્ણાટકના તુમકુરૂ ખાતે HALના એક ગ્રીન ફિલ્ડ હેલિકોપ્ટર કારખાનાનું આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે, ફેક્ટરીનો શિલાન્યાસ પણ વર્ષ 2016માં પ્રધાનમંત્રી મોદી દ્વારા જ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ એક મોટું હેલિકોપ્ટર નિર્માણ કેન્દ્ર છે. અહીં સ્વદેશી ડિઝાઇન ધરાવતા હળવા હેલિકોપ્ટરનું  નિર્માણ થશે. તે પછી લાઇટ કોમ્બાટ હેલિકોપ્ટર અને ઇન્ડિન મલ્ટીરોલ હેલિકોપ્ટરના નિર્માણ અને સમારકામની કામગીરી પણ થશે. તુમકુરૂમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક ઔદ્યોગિક વસાહતની આધારશીલા પણ મુકશે. 8 હજાર ચારસો એકરમાં ફેલાયેલી ઔદ્યોગિક ટાઉનશીપનો વિકાસ ત્રણ તબક્કે થશે. તેઓ બે જળ જીવન પરિયોજનાની આધારશિલા પણ મુકશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply