PM નરેન્દ્ર મોદીએ જયપુર મહાખેલ સમારંભના સમાપન નિમિત્તે યોજવામાં આવેલા કાર્યક્રમમાં કર્યુ સંબોધન
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જયપુર મહાખેલ સમાપન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રમતગમત ક્ષેત્ર માટેના દેશના અંદાજપત્રમાં 2014થી ત્રણ ગણો વધારો કરાયો છે તેમ PM નરેન્દ્ર મોદીએ કહ્યું હતુ. આ સાથે તેમણે વધુમાં જણાવ્યું હતુ કે, અમૃત કાળના યુગમાં ભારત નવી નવી પરિભાષા અને નવી વ્યવસ્થા ઉભી કરી રહયું છે. તેમણે કહયું કે સરકાર હવે રમત ગમત ક્ષેત્ર પર પોતાને હિસાબે નહી પરંતુ ખેલાડીઓની જરૂર મુજબ ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જયપુર મહાખેલ સમારંભના સમાપન નિમિત્તે યોજવામાં આવેલા કાર્યક્રમને સંબોધન કરી રહયાં હતા. આ દરમિયાના તેમણે કહયું કે યુવાનો માટે કોઇપણ કામ અશકય નથી, જયારે યુવાનોને આત્મસન્માન શકિત, સ્વનિર્ભરતા, સગવડો અને સંસાધનોની શકિત મળી જાય તો દરેક મંજીલ તેમને માટે સરળ બની જાય છે. તેમણે જણાવ્યું કે રમતગમત ક્ષેત્ર માટેના દેશના અંદાજપત્રમાં ૨૦૧૪ થી ત્રણ ગણો વધારો કરવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે, યુવાનોની ઋચિ રમતગમતમાં વધારે હતી. પરંતુ સંસાધન અને સરકારના સહકારમાં કમીને કારણેએ લોકો પોતાના લક્ષ્યાંકો પાર પાડી શકતા ન હતા. તેમણે કહયું કે હવે કેન્દ્ર સરકાર, જીલ્લા અને સ્થાનિક સ્તરે રમતગમત અંગેની સગવડો વધારી છે તેમજ રમતગમત માટેના માળખાકીય ભવનોનું નિર્માણ પણ કરી રહી છે. તેમણે ઉમેર્યુ કે મોટી રમતો માટે પુરસ્કારની રકમ ત્રણ ગણી કરવામાં આવી છે. નરેન્દ્ર મોદીએ કહયું કે સ્વસ્થતા માત્ર રમતગમત માટે જ નહી પરંતુ સામાન્ય જીવન માટે પણ મહત્વપુર્ણ છે. તેથી ખેલો ઇન્ડિયાની સાથે સાથે ફિટ ઇન્ડિયા પણ દેશ માટે મહત્વપુર્ણ મિશન છે. પૌસ્ટીક આહારની અનિવાર્યતાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રસંઘે આ વર્ષને ભારતના અનુરોધને પગલે શ્રી અન્ન વર્ષ ધોષિત કર્યુ છ, વિશ્વભરમાં તે માટેનું અભિયાન ચાલુ છે. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ કહયું કે દેશ યુવાનોના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે.
મહાખેલ – રમતોત્સવનો પ્રારંભ ૧રમી જાન્યુઆરીએ રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે કરવામાં આવ્યો હતો. જયપુર ગ્રામીણ લોકસભા બેઠકના સાંસદ રાજયવર્ધનસિંહ રાઠૌડ, ર૦૧૭ ની સાલથી તેનું આયોજન કરે છે. આ વર્ષે કબડૃી પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. આ રમતોત્સવમાં જયપુર ગ્રામીણ લોકસભા ચુંટણી વિસ્તારના બધા આઠે આઠ વિધાનસભા ચુંટણી વિસ્તારના સાડા ચારસોથી વધારે ગ્રામ પંચાયતો, નગરપાલિકાઓ અને વોર્ડના છ હજાર ૪૦૦ થી વધારે યુવાનો અને ખેલાડીઓ ભાગ લઇ રહયા છે.
