Skip to main content
Settings Settings for Dark

PM મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કોવિડ-19ની હાઇટેક લેબનું કર્યું ઉદ્દધાટન

Live TV

X
  • પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી નોઇડા, મુંબઇ અને કોલકતામાં કોવિડ-19ના પરિક્ષણ માટે હાઇટેક લેબનું ઉદ્દધાટન કર્યું હતું. આ હાઈટેક લેબ ને કારણે ,કોવિડ-19 ના ટેસ્ટ માટેની પ્રક્રિયા સરળ બનશે.

    એક અંદાજ મુજબ આ ત્રણેય લેબમાં દરરોજ 10 હજારથી વધારે ટેસ્ટ થઇ શકશે અને કેસની ચકાસણીમાં પણ ઝડપ આવશે જેથી દર્દીઓને ઓળખ મળી જતા સારવાર ઝડપથી શરુ કરી શકાશે.

    આ પ્રસંગે પ્રધાનમંત્રીએ સંબોધન કરતાં કહ્યું કે, દેશમાં કરોડો લોકો બહાદુરી સાથે કોરોનાનો સામનો કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે, મુંબઈ, નોએડા અને બંગાળને આ તપાસ કેન્દ્રોથી ઘણો સહયોગ મળશે. હવે આ શહેરોમાં ઝડપથી ટેસ્ટ થઈ શકશે.

    આ તપાસ કેન્દ્રોમાં કોરોના સિવાય અન્ય બીમારીઓ ની તપાસ પણ થશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું ,કે, યોગ્ય સમયે લેવામાં આવેલ નિર્ણયને કારણે ,દેશ માં રિકવરી રેટ ,ઘણો સારો રહ્યો છે, અને મૃત્યુદર ઘણો ઓછો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply