PM મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ધર્મ ચક્ર દિવસ સમારોહને કર્યું સંબોધન
Live TV
-
દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં આંતરારાષ્ટ્રીય બૌદ્ધ પરિસંઘ અષાઢી પૂર્ણિમા નિમિત્તે ધમ્મચક્ર દિવસ સમારોહના રૂપમાં ઉજવણી કરવામાં આવી છે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ સમારોહમાં સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, તેઓ એકવીસમાં સદીને લઈને ખુબજ આશાવાદી છે. આ દિવસ આપણા ગુરૂઓને યાદ કરવાનો દિવસ છે. પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું હતું કે, બોદ્ધ ધર્મના લોકો ગરીબો મહિલાઓનું સન્માન કરવાનું શીખવાડે છે.
કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય અંતર્ગત આંતરારાષ્ટ્રીય બૌદ્ધ પરિસંઘ અષાઢી પૂનમને ધર્મચક્ર દિવના રૂપમાં ઉજવી રહ્યું છે. આ દિવસે મહાત્મા બુદ્ધે પોતાના ,પહેલા પાંચ શિષ્યો ને પ્રથમ ઉપદેશ આપ્યો હતો.
તેમની યાદમાં આ આયોજન વારાણસીની પાસે સ્થિત ,સારનાથ ના ,ડિયર પાર્ક માં ,મનાવવા માં આવે છે. સમગ્ર દુનિયા ના ,બૌધ્ધ ,આ ધર્મચક્ર ,પ્રવર્તન દિવસ ના રૂપ માં પણ, મનાવે છે. રાષ્ટ્રપતિ ભવન માં આયોજીત ધર્મચક્ર દિવસની ઉજવણીના ભાગ રૂપે મંગોલિયાના રાષ્ટ્રપતિનો વિશેષ સંદેશ ,મંગોલિયા ના રાજદૂત દ્વારા, વાંચવા માં આવશે. આ ઉપરાંત વર્ષોથી મંગોલિયા માં સંરક્ષીત ભારતીય મુળની અમુલ્ય બોદ્ધ પાંડુ લીપી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ભેટ પણ ,આપવા માં આવશે.
