Skip to main content
Settings Settings for Dark

PM મોદી ખુદ કોરોના વાયરસની સ્થિતિ અંગે કરી રહ્યા છે તપાસઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી 

Live TV

X
  • કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી ડૉ. હર્ષવર્ધને કોરોના વાયરસને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, અત્યાર સુધી ચીનની બહાર 28 દેશોમાં આ વાયરસ ફેલાયો છે. ચીનની બહાર હોંગકોંગ અને ફિલિપાઈન્સમાં પણ એક-એકના મોત થયા છે. 

    તેમણે કોરોના વયરસ અંગે ભારતની સ્થિતિ વિશે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાતે આ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. કેન્દ્ર દ્વારા તમામ રાજ્યોને 17 જાન્યુઆરીના રોજ આ મામલે એડવાઈઝરી મોકલવામાં આવી છે. ઉપરાંત ભારતમાં ત્રણ કેસની પૃષ્ટિ થઈ હતી, જેમાંથી બેના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. 

    દેશના 21 એરપોર્ટ પર કોરોના વાયરસને લઈને સ્ક્રીનીંગ થઈ રહ્યું છે. બંદરો પર અને નેપાળ સાથે જોડાયેલી તમામ બોર્ડરો પર પણ ચેકિંગ થતું હોવાની પણ તેમણે સ્પષ્ટતા કરી હતી. 

    વધુમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે, લોકોને ચીન જતા પહેલા સાવચેતી રાખવા અંગે અપીલ કરવામાં આવી છે. વુહાનથી 645 લોકોને ભારત લાવવામાં આવ્યા હતા, અને તે તમામ લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. વુહાનથી આવનાર લોકોની રોજેરોજ તપાસ થઈ રહી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2024 Max Temp : °C Min Temp : °C
apply