PM મોદી નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે રાષ્ટ્રીય રચનાકાર પુરસ્કાર પ્રદાન કરશે
Live TV
-
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્લીમાં ભારત મંડપમ ખાતે રાષ્ટ્રીય રચનાકાર પુરસ્કાર પ્રદાન કરશે. આ પુરસ્કાર 20 શ્રેણીમાં આપવામાં આવશે. પ્રધાનમંત્રી આ કાર્યક્રમમાં સંબોધન પણ કરશે. રાષ્ટ્રીય રચનાકાર પુરસ્કાર શિક્ષણ, પર્યાવણીય સ્થિરતા જેવા વિવિધ ક્ષેત્રમાં હકારાત્મક પરિવર્તન માટે આપવામાં આવશે. આ પુરસ્કાર માટે દોઢ લાખ કરતા વધુ અરજીઓ આવી હતી. જેમાંથી 3 આતંરરાષ્ટ્રીય વિજેતાઓ સહિત કુલ 23 લોકોને આ પુરસ્કાર પ્રદાન કરવામાં આવશે.
પીએમ મોદી જે 20 કેટેગરીમાં એવોર્ડ આપવા જઈ રહ્યા છે તેમાં નેશનલ ક્રિએટર્સ એવોર્ડ બેસ્ટ સ્ટોરી રાઈટર, સેલિબ્રિટી પ્રોડ્યુસર, ગ્રીન ચેમ્પિયન એવોર્ડ, સોશિયલ ચેન્જ બેસ્ટ ક્રિએટર, એગ્રીકલ્ચર પ્રોડ્યુસર, કલ્ચરલ એમ્બેસેડર, ઈન્ટરનેશનલ પ્રોડ્યુસર, ટ્રાવેલ પ્રોડ્યુસર, ક્લીનલી એમ્બેસેડર, ન્યુ ઈન્ડિયા ચેમ્પિયન, ટેક ક્રિએટર, હેરિટેજ ફેશન આઇકોન, બેસ્ટ ક્રિએટર મેલ-ફીમેલ, ફૂડ કેટેગરી બેસ્ટ પ્રોડ્યુસર, એજ્યુકેશન બેસ્ટ ક્રિએટર, ગેમિંગ કેટેગરી બેસ્ટ ક્રિએટર, બેસ્ટ માઈક્રો પ્રોડ્યુસર, બેસ્ટ નેનો પ્રોડ્યુસર, બેસ્ટ હેલ્થ અને ફિટનેસ પ્રોડ્યુસર જેવી કેટેગરીઝ સામેલ છે.