Skip to main content
Settings Settings for Dark

PM મોદી 23 જુલાઇએ મણિપુર જળ આપૂર્તિ પરિયોજનાની આધારશિલા રાખશે

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 જુલાઇએ વીડિયો કોન્ફરન્સ દ્વારા મણિપુર જળ આપૂર્તિ પરિયોજનાની આધારશિલા રાખશે...આ કાર્યક્રમમાં ઇમ્ફાલથી મણિપુરના રાજ્યપાલ, મુખ્યમંત્રી, રાજ્ય મંત્રીમંડળ, સાંસદો અને ધારાસભ્યો જોડાઇ તેવી સંભાવના છે...

    આ કાર્યક્રમ કેન્દ્ર સરકારના જળ જીવન મિશનનો ભાગ છે, જે હેઠળ 2024 સુધી ગ્રામિણ વિસ્તારમાં તમામ ઘર સુધી પાણી પહોંચાડવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે...કેન્દ્રએ મણિપુર સરકારને 1.42 લાખથી વધુ ઘરોમાં નળ કનેક્શન માટે ફંડ આપ્યું છે...

    બાકી બચેલા ઘરો માટે મણિપુર સરકાર પૂર્વોત્તર વિકાસ વિભાગ સહિત અન્ય સ્ત્રોતથી ફંડ એકઠું કરશે...મણિપુર જળ આપૂર્તિ પરિયોજનાથી ગ્રેટર ઇમ્ફાલ યોજના ક્ષેત્ર, 25 શહેરો અને 16 જિલ્લાના 2.80 લાખથી વધુ ઘરોમાં પાણી પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે...

    આ પરિયોજના પર 3054.58 કરોડ રૂપિયાનો ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે, જેના માટે એક ભાગ ન્યૂ ડેવલપમેન્ટ બેંક પાસેથી દેવાના રૂપમાં લેવામાં આવ્યો છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply