Skip to main content
Settings Settings for Dark

SPના નેતા આઝમ ખાન વિરુદ્ધ રાષ્ટ્રીય મહિલા પંચમાં ફરિયાદ

Live TV

X
 • સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને ભાજપના રામપુરના ઉમેદવાર જયાપ્રદા વિરૂદ્ધ કરેલા વિવાદાસ્પદ નિવેદન અંગે ભાજપાએ રાષ્ટ્રીય મહિલા પંચમાં ફરિયાદ કરી છે

  સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને ભાજપના રામપુરના ઉમેદવાર જયાપ્રદા વિરૂદ્ધ કરેલા વિવાદાસ્પદ નિવેદન અંગે ભાજપાએ રાષ્ટ્રીય મહિલા પંચમાં ફરિયાદ કરી છે. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે આ નિવેદનને અત્યંત બિનજવાબદાર ઠેરવ્યું છે. જ્યારે રાષ્ટ્રીય મહિલા પંચે સમગ્ર મુદ્દાને ગંભીરતાથી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહિલા પંચે આઝમ ખાનના નિવેદનને અત્યંત શરમજનક હોવાનું જણાવ્યું હતું. મહિલા પંચના અધ્યક્ષ રેખા શર્માએ જણાવ્યું હતું કે, આઝમ ખાનને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. આઝમ ખાન વિરૂદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. રેખા શર્માએ જણાવ્યું હતું કે, એનસીડબલ્યુ ચૂંટણી પંચને આઝમ ખાનને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવા માટે અપીલ કરશે. વિદેશ મંત્રીએ સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા મુલાયમસિંહ યાદવના મૌન અંગે સવાલો ઉઠાવ્યા હતા. 

X
 • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

  Forecast

  • 19-07-2019 Max Temp : °C Min Temp : °C
  • 20-07-2019 Max Temp : °C Min Temp : °C
  • 21-07-2019 Max Temp : °C Min Temp : °C
  • 22-07-2019 Max Temp : °C Min Temp : °C
  • 23-07-2019 Max Temp : °C Min Temp : °C
  • 24-07-2019 Max Temp : °C Min Temp : °C
apply